પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડીને નુકશાન પહોંચાડનાર ગોધરાનાં ઈસમને UP પોલીસની ATS ની ટીમે એસ.ઓ.જી. ની મદદથી પકડી લીધો છે અને તેને લખનઉ ખાતે લઈ જવામા આવ્યો છે. આ પહેલા પણ આજ અનસ ગિતૈલીના ભાઈને એન.આઈ.એ.ની ટીમે ગોધરાથી જ ઝડપી પાડ્યો હતો. આમ બે ભાઈઓની સંડોવણી બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મળતી વિગતો અનુસાર પાકિસ્તાનની ખુફિયા એજન્સી ઓને સેનાની ગુપ્ત માહિતીના આપવાના કૌભાંડનો UP પોલીસની ATS ટીમે પર્દાફાશ કરેલ છે. જેમા યુપીના બીહુ ગામના સૈનિક તેમજ ગોધરાના અનસ યાકુબ ગિતૈલીની અટકાયત કરી છે. જેમા યુપી એ.ટી.એસ અને ગોધરા એસ.ઓ.જી. ની મદદથી અનસ યાકુબ ગિતૈલીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ફોન, મેમરીકાર્ડ, સીમકાર્ડ જપ્ત કરવામા આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા સપ્ટેમ્બર માસમા અનસ ગિતૈલીના ભાઈ ઇમરાન ગિતૈલીની પણ હૈદરાબાદ એન.આઈ.એ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી