*ઝુપડપટ્ટી કરતાં પણ બદતર જિંદગી જીવી રહ્યા છે લોકો… સોમવારે કલેકટર કચેરી ગજવી મુકશે..
*રહીશોને નર્કાગારના પણ પાલીકાના વેરા બેંકના હપ્તા ચૂકવવા પડે છે..સુવિધા નહીં તો પાલિકાના વેરા અને બેંકના હપ્તા નહીં..
*પ્રિકાસ્ટ સિસ્ટમથી 4 માળના ત્રણ બ્લોકમાં 240 મકાનો તૈયાર કરાયા હતા..
*ઉપરના માળના ટોયલેટ બાથરૂમ માંથી ટપકે છે મળમૂત્ર સહિતના પાણી…
ભરૂચ શહેરને સ્લમ ફ્રી બનાવવા કેન્દ્ર સરકારની રાજીવ આવાસ યોજનામાં ભરૂચના સાબગઢ વિસ્તારમાં બનેલા આવાસોની સ્થિતિ હાલ નર્કાગાર સમાન બની ગઈ છે સ્લમ વિસ્તારમાં ત્યાં રહેવા ગયેલા લોકો જીવન જીવે છે મકાનો લોન પર ભણવા હોવાથી લોકોને નર્કાગારના પણ પાલિકાના વેરા અને બેંકના હપ્તા ચૂકવવા પડે છે જેને લઇ ત્યાં રહેતા લોકોમાં રોષ ઉભો થયો છે જે ગમે ત્યારે વિસ્ફોટક બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે
શહેરોને સ્લમ ફ્રી બનાવવા માટે ભરૂચના સબુગઢ વિસ્તારમાં પ્રિકાસ્ટ પદ્ધતિથી 240 આવાસો બનાવવામાં આવ્યા હતા 4 માળના ત્રણ બ્લોક સિમેન્ટ રેતી ઈટોના ચણતર પ્લાસ્ટરથી નથી બનાવાયા પરંતુ વિવિધ માખના ના બ્લોગ બનાવી તેને નટબોલ થી જોડી બનાવાયા છે
આ આવાસો શહેરના સ્લમ વિસ્તારના સર્વે કરાયા પછી ઝુપડા વાસીઓ ને ફાળવવામાં આવ્યા હતા જેમાં પાલિકા અને તંત્રની મદદથી રૂ 70 હજારની વિવિધ બેન્કોમાંથી લોનો અપાઇ હતી આ મકાનમાં રહેવા આવેલા ઝુપડાવાસીઓ આજે ઝુપડપટ્ટી કરતાં પણ બદતર જીવન જીવી રહ્યા છે આવાસોના ઉપરના માળના ટોયલેટ બાથરૂમ માંથી મળમૂત્ર નીચેના ઘરમાં ટપકે છે ઘરની ફર્શ ઉપર ગંદા અને ગંધાતા પાણી ફરી વળ્યા છે ઘરમાં બે સાઈ કે રહેવાય તેવી સ્થિતિ નથી મળમૂત્રની તીવ્ર દુર્ગંધ વછૂટે છે એટલે લોકોને મજબૂરી વશ આવાસની લોબીમાં રહેવું પડે છે આવાસમાં રહેતા પરિવારોના બાળકો વાંચવા લખવા બેસે તો તેમના પુસ્તકો પર ગંદા પાણી ટપકે છે ચોમાસામાં તો અહીં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની જાય છે
રાજીવ આવાસ ની સ્થિતિ નર્કાગાર કરતાં પણ વધુ ખરાબ થઈ જતાં ઘણાં પરિવારો પુનઃ ઝુપડપટ્ટીમાં વસવાટ કરવા મજબૂર થયા છે તો કેટલાક લાભાર્થીઓ ત્યાં રહેવા જ આવ્યા નથી જે લોકો રહે છે તેમણે પણ આવાસ માટે લીધેલી લોન ના હપ્તા ચૂકવવા પડે છે જે આવાસમાં કોઈ રહેતા નથી ત્યાં હપ્તા વસુલી માટે નોટિસો આપવામાં આવે છે જે લોકો રહેવા આવ્યા નથી તેમના વીજબિલ ૫ થી ૭ હજાર સુધી પહોંચ્યા છે વીજમેટરોની સ્થિતિ પણ સારી નથી વીજમીટર મોતના મીટર હોય તેમ પણ લાગી રહ્યું છે
જેટલા પરિવારો મજબૂરીથી રહે છે તેઓની સ્થિતિ બકરું કાઢતાં ઊટ પેઠ જેવી છે દોઝખ જેવી જિંદગી જીવતા લોકો હવે ઉબકી ચુક્યા છે લોકોમાં ધીરે ધીરે રોજ વધી રહ્યો છે જે ગમે ત્યારે વિસ્ફોટક બને તો નવાઈ નહીં
ઉલ્લેખનીય છે કે જ્યારે રાજીવ આવાસ યોજના બની ત્યારે કાગળ પણ સ્વર્ગ બતાવાયું હતું સુંદર આ વાત સાથે બગીચો પણ બતાવ્યો હતો જ્યાં આજે ખંડેર જેવા આવાસો નર્કાગાર બન્યા છે તો જ્યાં બગીચો બતાવ્યો હતો ત્યાં એકલો ગંદવાડ છે જે જોતા આવાસોમાં રહેતા લોકો ગંભીર રોગચાળોમાં સપડાય તેવી દહેશતથી લોકો પણ ફફડી રહ્યા છે.