આ વર્ષે કોરોના મહામારીનાં કારણે નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની ઉજવણી ફિક્કી રહી છે ત્યારે આગામી સમયમાં ઉત્તરાયણને અનુલક્ષીને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ઉત્તરાયણ પર્વ પર કોઈ જાતની રોક લગાવવામાં આવશે નહીં.
ટૂંક સમય પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ધાબા પર 50 વ્યક્તિ ભેગા કરવા નહીં પરંતુ હવે હાઇકોર્ટ દ્વારા એવાં આદેશો આપવામાં આવ્યા છે કે ઉત્તરાયણની ઉજવણી પર સરકાર દ્વારા કોઈ પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં પરંતુ સરકારે આપેલી ગાઈડલાઇન ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરેનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકાર દ્વારા CCTV અને ડ્રોન દ્વારા નજર રાખવામા આવશે અને કોરોનાનાં નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે જાહેર સ્થળ પર કે મેદાનમાં પતંગ ચગાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
Advertisement