– જુનાગઢનાં સાસણગીરમાં વસવાટ કરતાં અશિક્ષિત બાળકોને શિક્ષણની તાલીમ અને ભોજન સહિતની સહાય કરતાં ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયા.
ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયાએ તાજેતરમાં સાસણગીરની પોતાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ સાસણગીરમાં નેશડા અને ઝુંપડામાં વસવાટ કરતાં બાળકો અને મહિલાઓની મુલાકાત લઈ બેરોજગારીથી મુકત થવા અને શિક્ષણ તેમજ શહેરી જીવન વિશેની સમજ આપી હતી.
ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયા સહિતનાં લોકોએ સાસણગીરમાં વસવાર કરતી બહેનોની મુલાકાત દરમિયાન તેઓને સિલાઈ મશીન ભેટ સ્વરૂપે આપ્યું હતું. સાસણગીરમાં વસવાર કરતાં પરિવારો પોતાનું જીવનનિર્વાહ કરી શકે તેમજ પોતાના કપડાંને જાતે સિલાઈ કરી શકે તેવા હેતુ સાથે આ સિલાઈ મશીન આપવામાં આવ્યું છે.
અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા સાસણગીરમાં વસવાટ કરતાં પરિવારો માટે અનેક સહાય યોજનાઓ અમલમાં મુકાય છે પરંતુ અહીં નેશડા અને ઝુંપડામાં વસવાટ કરનારા પરિવારોને અન્ય જગ્યાએ સ્થળાંતર થવાની કોઈ અપેક્ષા ના હોય આથી આ લોકો ઘણા લાંબા વર્ષોથી સાસણગીરમાં વસવાટ કરી રહ્યા છે. તેઓના જીવનમાં વિકાસ અને ઉત્કર્ષ વધે તે માટે પ્રવિણભાઈ કાછડીયા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.