ઈનર વ્હીલ કલબ ઓફ ભરૂચ– ડિસ્ટ્રીકટ–૩૦૬ સંસ્થા સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ છે અને જે વિશ્વસ્તરે પ્રસરેલ છે. ઈનર વ્હીલ કલબની ગુજરાતનાં અલગ અલગ જિલ્લામાં નાની-નાની કલબો બનાવવામાં આવેલ છે.
આજરોજ ગુજરાતના હેડ સ્નેહા જૈન ભરૂચની મુલાકાતે આવ્યા છે.
મહિલાઓ દ્ધારા ચાલતી આ સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે. જેવી કે એન્વાયરોમેન્ટ, સિનિયર સીટીઝન તથા યુવાઓ માટે અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી કરે છે. ભરૂચ ઈનરવ્હીલ પ્રેસિડેન્ટર બિન્ની શાહે જણાવ્યું હતું કે, આજરોજ અમે લોકોએ ઓ.સી.વી. (ઓફીસિયલ ચેરમેન વિઝીટ) રાખેલ છે. છેલ્લા બે વર્ષનાં મારા સફર દરમ્યાન ઘણી બધી સેવાકીય પ્રવૃતિ કરી છે અને સારી એવી જાણકારી પણ મળી છે. આજરોજ સ્વાસ્થ્ય, સિનિયર સીટીઝન તથા એન્વાયરોને લઈને થીમ હોર્ડીગનું ઓપનીંગ રાખેલ હતું. જે દરમ્યાન કલબના સેક્રેટરી મીરા ગાંધી પણ ઉપસ્થિત રહયા હતાં.