ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગર તરફ જવાના માર્ગ ઉપર અવધૂત નગર સોસાયટીના ગેટ નંબર 1 પાસે કાર ચાલકે એક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાઈકલ ચાલકને મોઢાના અને હાથ-પગમાં ફેક્ચર થતા તેને ગંભીર અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકમાં મોટરસાયકલ સવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોર્ટ રોડ પર આવેલ ભૃગુઋષિ ઓવર બ્રિજથી જ્યોતિનગર તરફ જઈ રહેલા મોટરસાયકલ જી.જે 16-એ.એચ-0232 નો ચાલક સંજય નગર કોલોની નજીક અવધૂત નગર સોસાયટી 1 ના ગેટ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી પૂરઝડપે આવેલી કાર નંબર જી જે 21 એેએચ 7823 ના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર પટકાવવા સાથે સિમેન્ટના વીજ થાંભલા સાથે અથડાઈ જવાના કારણે તેઓને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્ત ચિંતન રાઠોડને ગંભીર અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તને મોઢા ઉપર ચાર જેટલા ફેક્ચર, હાથની આંગળીઓમાં ફેક્ચર તથા દાંત તુટી જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જનાર કારચાલકને સ્થાનિકોએ ઝડપી પાડી તેનું નામ પૂછતા પોતે ધવલકુમાર નરસિંહભાઇ પટેલ રહેવાસી અવીરભવ સોસાયટી ૧ ચીકુવાડી પાસે પાંડેસરા સુરતનાઓ સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી જેના પગલે પોલીસે પણ ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.