ભરૂચ જીલ્લા કોંગેસ સમિતિનાં અગ્રણી સંદીપભાઈ માંગરોલાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે હાલમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નજીકમાં છે તેવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને જૂની યોજનાનાં નામ બદલી નવા નામ આપી ભ્રમિત કરવાના ગતકડા શોધે છે. અન્ય કોઈ મુદ્દા હાથે ન આવતા આજે ભાજપની સરકાર ખેડૂતોનાં મત મેળવવા ખોટા રસ્તાઓ અપનાવી રહી છે તેવા આકરા કટાક્ષ આ નિવેદનમાં કર્યા છે.
કોંગ્રેસનાં સંદીપભાઈએ આ યોજના વિશે ખુલાસો કરતાં જણાવ્યુ છે કે ખેડૂતોને મોંધી અને અપૂરતી વીજળી આપવા માટે ભાજપની ક્રૂર નીતિની રાજય સરકારે કિસાન સર્વોદય યોજના ઘડી કાઢી છે. વાસ્તવિક રીતે આ યોજના દિનકર યોજના જ છે આવા આકરા પ્રહારો કરી ભાજપ સરકારની કિસાન સર્વોદય યોજના પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપની સરકાર માત્ર સમારંભો યોજવામાં માહિર છે. ખેડૂતોને ભ્રમિત કરી ખોટી જાહેતારો અને મોટા સમારંભો યોજી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાને લઈ ખેડૂતોને છેતરામણી કરતી આ ભાજપ સરકારની ક્રૂર નીતિ છે. ખરા અર્થમાં ખેડૂતોને 24 કલાક વીજળી આપવી એ કોઈ રાજય સરકારે ઉપકાર નથી કર્યો ભાજપની સરકાર ભોળી પ્રજાને ખેડૂત સંબંધી યોજનાનાં નામ બદલી છેતરપિંડી કરે છે.
ખેડૂતોને દિવસે વીજળી આપવી એ કોઈ ઉપકાર નથી ખેડૂતોને રાજય સરકાર દ્વારા 24 કલાક વીજળી મળવી જોઈએ. તેમજ અત્યાર સુધીમાં દિનકર યોજના અંતર્ગત ખેડૂતોને કેટલા કલાક અને કયાં વિસ્તારમાં દિવસે વીજળી આપી છે તેવા વેધક સવાલો કોંગ્રેસનાં સંદીપ માંગરોલાએ પોતાના નિવેદનમાં કરી વીજળી કયાં આપી છે તે જાહેર કરવાનો પડકાર રાજય સરકાર સમક્ષ ફેંકયો છે. માત્ર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂરતું યોજનાનું નામ બદલી ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કાર્ય ભાજપ સરકાર કરી રહી છે. રાજયનાં અનેક જીલ્લા સહિત ભરૂચ જીલ્લામાં પણ રાજય સરકારનાં મંત્રીઓ દ્વારા ખોટા પ્રચાર કરવાના સમારંભો યોજવામાં આવે છે. જે વખોડવા યોગ્ય કાર્યક્રમો છે તેમજ ખેડૂતોએ આવા કાર્યક્રમોનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શિત કરવ કોંગ્રેસી સંદીપ માંગરોલાએ અનુરોધ કર્યો છે.