ભરૂચ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલા અને જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન સંચાલિત અને ગાંધીનગરના સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ અંતર્ગત ચાલતા સ્કીલ અપગ્રેડેશન સેન્ટરની આજરોજ ભરૂચ મતવિસ્તારના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે અદ્યત્તન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમજ વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે દુષ્યંતભાઈએ તાલીમાર્થીઓને પ્રેરણાત્મક શીખ આપી તેમનું મનોબળ વધાર્યુ હતું.
વિલાયત સ્થિત જ્યુબિલન્ટ કંપની દ્વારા વિદ્યાર્થી, મહિલા અને યુવાનોને પગભર બનાવવા, તેમનું કૌશલ્ય વધારવા અનેકવિધ પ્રોગ્રામ ચલાવે છે. કંપનીની સી.એસ.આર(કોર્પોરેટ સોશિયલ રિસપોન્સીબીલીટી) અંતર્ગત ભરૂચ જી.આઈ.ડી.સીમાં સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ચાલી રહ્યુ છે. જેમાં MIC (મેક ઈન્ડિયા કેપેબલ) કાર્યક્રમ અંતર્ગત ઈંગલીશ સ્પોકન ક્લાસ, કોમ્પ્યુટર સ્કીલ, લાઈફ સ્કીલ વગેરે શિખવાડવામાં આવે છે. જેથી કોઈપણ યુવાનમાં આત્મવિશ્વાસ આવે અને તેને સરળતાથી નોકરી મળી શકે. તાલીમાર્થીઓને રોજગાર મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈલેકટ્રીશીયન માટે પણ કોર્ષ ચાલી રહ્યા છે. જ્યુબિલન્ટના આ સ્કીલ અપગ્રેડેશન સેન્ટરમાં હેડ હેલ્ડ હાઈ ફાઉન્ડેશન, બેંગ્લોરની સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે. આજરોજ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આ સ્કીલ અપગ્રેડેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમના હસ્તે અતિ આધુનિક કોમ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયુ હતું.તેમજ વૃક્ષારોપણ કર્યુ હતું. તેમણે તાલીમાર્થીઓ સાથે મુક્તમને વાત કરી હતી. તેમના અંગત અનુભવો તેમજ અન્ય દષ્ટાંતો આપી જીવનમાં બધુ જ કરી શકાય, અને દરેક વ્યક્તિએ કંઈકને કંઈક નવુ શીખવું જોઈએ તેવી શીખ આપી હતી, તેમણે કહ્યુ હતું કે, ક્યારેય એવૂં નહીં વિચારવાનું કે આ કામ તમારાથી થઈ શકશે નહી. દરેક પડકારને સ્વીકારી તેમાંથી શીખવું જોઈએ, ધારાસભ્યની વાતથી તાલીમાર્થીઓ પ્રેરિત થયા હતાં, આ પ્રંસગે જ્યુબિલન્ટ લાઈફ સાઈન્સનાં યુનિટ હેડ પ્રદિપ જૈન, જનસંપર્ક અધિકારી નિર્મલસિંહ યાદવ, સી.એસ,આરના ગૌરીશંકર મિશ્રા, સૌરવ ચક્રવતી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન સંચાલિત સ્કીલ અપગ્રેડેશન સેન્ટરની મુલાકાત લીધી,અદ્યત્તન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યુ
Advertisement