ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરની રૂરલ પોલીસે જુગારનાં ગણનાપત્ર કેસનાં 4 આરોપીઓને રૂ.49,190 ની મત્તા સાથે દઢાલ વિસ્તારમાંથી પકડી પાડયા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર વિભાગની સૂચના અનુસાર આઈ.પી.એસ. પોલીસ અતુલકુમાર બંસલ અને સ્ટાફનાં માણસો દઢાલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અતુલકુમાર બંસલને ખાનગી રાહે બાતમી મળી હતી કે જીતાલી ગામે વાઘરી ફળિયામાં રહેતા સંજય ઉર્ફે મચ્છીનાનો પોતે તથા તેના માણસો મારફતે આંક ફરકનાં આંકડા લખી જુગાર રમી રમાડે છે.
જે ચોકકસ બાતમીનાં આધારે આઈ.પી.એસ. અતુલકુમાર બંસલ તથા પંચોનાં માણસો સાથે રેડ કરતાં ચાર આરોપીઓ (1) સુનિલ શંભુભાઈ વસાવા (2) ગૌતમ બાલુ વસાવા (3) અંબુ મથુર વસાવા (4) મુકેશ મંગા વસાવા નાઓ પકડાઈ ગયેલ છે જેમની અંગ જડતી કરતાં રોકડ રૂ.33,690 અને મોબાઈલ નંગ-5 કિં. રૂ.15,500 તેમજ સ્લીપબુક-2 તથા બૉલપેન, પાટિયું મળી કુલ રૂ. 49,190 નાં મુદ્દામાલ સાથે સ્થળ પર મળી આવેલ છે. જેનો મુખ્ય સૂત્રોધ્ધાર આરોપી સંજય ઉર્ફે મચ્છી પ્રભાત વસાવા વિરુદ્ધ પોલીસે જુગારધારાની ક.12.અ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી આઈ.પી.એસ અતુલકુમાર બંસલ, અ.હે.કો. અનિલભાઈ રામજીભાઇ, એ.એસ.આઇ. હરભમસિંહ જયવીરસિંહ, જયદીપસિંહ સુખદેવસિંહ, દેવરાજ, બાલજીભાઇ વજેસિંહ સહિતનાં અંકલેશ્વર રૂરલનાં સ્ટાફનાં માણસો દ્વારા કરવામાં આવેલ છે.