સુરેન્દ્રનગર જીલ્લાનો છેવાડાનો તાલુકો એટલે પાટડી દશાડા તાલુકો કહેવાય તો આ તાલુકા પછી દેશનું સિમાંકન આવી જાય છે ત્યારે આજરોજ આ પાટડી દશાડા તાલુકાની આરોગ્યલક્ષી મુલાકાતે આર.ડી.ડી સતિષકુમાર મકવાણા આવી પહોંચ્યા હતા
ત્યારે સતિષકુમારે આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા રસીકરણ સંર્દભે દશાડા પાટડીની મુલાકાત લીધી હતી ત્યારે જેમાં મમતા સેસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે ખાસ કરીને કોરોના એટલે કે કોવિડ 19 સંદર્ભે કામગીરી થઈ છે કે કેમ તેમજ આવનાર સમયે કોવિડ વેકસીન આપવાની છે તે બાબતે કેવી તૈયારીઓ છે તે બાબતે માઈક્રો પ્લાનિગ તેમજ સાધન સામગ્રી બરાબર છે કે કેમ જેમ કે આઈસ પેક, વેકસીન કેરીયર, આઈ.એલ.આર, ડીપફ્રીજ, કોલબ્રકસ પુરતા પ્રમાણમાં છે કે કેમ તેમજ તેની જાળવણી થઈ રહી છે કે કેમ તે તમામ પ્રકારની તપાસણી આરોગ્ય વિભાગના આર.ડી.ડી અમદાવાદ સતિષકમાર મકવાણા દ્વારા કરવામાં આવી હતી. તેમજ દશાડા પાટડી તાલુકાના ગવાણા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પણ વિઝીટ સતિષકુમાર મકવાણાએ કરી હતી જ્યાં ફરજ પરના ડોક્ટર સાથે તેમજ નર્સિંગ સ્ટાફ, આશા વર્કર, વગેરે આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી તેમજ દશાડા પાટડી તાલુકામા આરોગ્યલક્ષી કામગીરી બાબતે પણ આર.ડી.ડી અમદાવાદ સતિષકુમાર મકવાણા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનાં દશાડા પાટડીની આરોગ્ય વિભાગનાં આર.ડી.ડી અમદાવાદએ મુલાકાત લીધી.
Advertisement