ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા આઈ. સી. ડી. એસ. (ICDS) માંગરોળના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન માંગરોળ મદ્રેસા હાઈસ્કુલ કેમ્પસ હોલમાં રાખવામાં આવેલ હતો. આ નારી સંમેલનમાં માંગરોળના મામલતદાર ડી.કે વસાવા, માંગરોળ ટી.ડી.ઓ. દિનેશભાઈ પટેલ, નારી અદાલત જીલ્લાના કોઓર્ડિનેટર પ્રિયંકાબેન, મહિલા બાળ વિકાસ વિભાગ સુરતના મિતેશભાઇ, તાલુકા કોડિનેટર કામરેજ નારી અદાલતના અનુપમાબેન, માંગરોળના સરપંચ નિકેશભાઈ વસાવા, ટી.એચ.ઓ ડૉ.આર. પી શાહી, ડૉ રિઝવાના, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઈ ચૌધરી, અંજુ બેન, નયંતિકાબેન માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર, મનહરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. નારી અદાલત ના જિલ્લા કોઓર્ડિનેટર પ્રિયંકાબેન એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે ગુજરાત મહિલા આયોગ ના ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે જાગૃત કરવાનો છે તેમ જ નારી અદાલત વિશે વિસ્તૃત સમજૂતી ન્યાય સમિતિ વિશે સમજૂતી આપી હતી. બાળ વિકાસ યોજનામાંથી ઉપસ્થિત મિતેશભાઇ મહિલાઓની વિવિધ યોજના તેમજ કોણ કોણ લાભ લઇ શકે તેની સમજ આપી હતી. મિશન મંગલમ શાખાની બહેનોએ વિવિધ જૂથ રચના વિશે સખી મંડળ વિશે સમજ આપી હતી. સમાજસુધારક સહાયક પ્રકાશભાઇએ, ડૉ. આર પી શાહીએ, ટી.ડી.ઓ. દિનેશભાઇ પટેલએ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. આ ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવો, મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાનુ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને રાખવામાં આવેલ હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે કર્યું હતુ.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા આઈ.સી.ડી.એસ માંગરોળનાં ઉપક્રમે નારી સંમેલન યોજાયો.
Advertisement