નેશનલ હાઇવેને અડીને અને અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જગ્યા (સર્વે.ન. ૧૧૭ ) ગામના જ રીઝવાન પાંડોરને આપવામાં આવી છે ત્યાં જગ્યામાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવતો હોવાની ફરિયાદ સામાજિક આગેવાન અને ભૂતપૂર્વ ટ્રસ્ટી ઈસ્માઈલ મતાદાર દ્વારા 06.11.20 ના રોજ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગર અને બૌડાને કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં જીપીસીબી અંકલેશ્વર દ્વારા તપાસ હાથ ધરી ગાંધીનગર રિપોર્ટ મોકલ્યો હતો. જ્યાંથી 25 લાખ રૂપિયા દંડ ભરવાનો હુકમ થયો છે તેમજ આ શંકાસ્પદ વેસ્ટને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરતી કાયદેસરની સાઇટ પર મોકલવા જણાવ્યું છે.
ઈસ્માઈલભાઈ મતાદારના જણાવ્યા મુજબ “ટ્રસ્ટની જગ્યા ટ્રસ્ટ દ્વારા શરતો સાથે ભાડે પટ્ટે આપવામાં આવેલ છે જ્યાં શરતોનું ઉલ્લઘન કરી શંકાસ્પદ દેખાતી પ્રદુષિત વેસ્ટની દુર્ગંધવાળી બેગો ખાડામાં દાટવા માટે ઠાલવવામાં આવી રહી હતી. આ ગુનાહિત કૃત્ય અને પર્યાવરણને ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી હતી તેથી જાગૃત નાગરિક તરીકે મે આ બાબતની ફરિયાદ સંભધિત અધિકારીઓ અને પર્યાવરણની સંસ્થાઓને પુરાવા સાથે કરી હતી જેની યોગ્ય તપાસ થતા યોગ્ય કાર્યવાહી થયેલ છે અને હવે તેનો અમલ થશે તો અન્યો ગુન્હેગાર તત્વોને પણ બોધપાઠ મળશે એવી અપેક્ષા છે.”
અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.
Advertisement