રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં કોરોના વેક્સિન મૂકવામાં આવનાર છે. ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવનાર છે. કોરોના વેક્સિન મુકવા દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના પ્રથમ રૂરલ તાલુકામાં ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન યોજવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડ્રાય રન આવનારા દિવસોમાં કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ સમજી શકાય અને વેક્સિનેશન દરમિયાન ડ્રાય રનમાં પડેલી મુશ્કેલીઓ, અગવડતાને નિવારી શકાય તેવા હેતુથી જિલ્લામાં પ્રથમ રૂરલ એરીયાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાય રનમાં ૨૫ જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સીન મુકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી. ડ્રાય રન સમયે નોડલ ઓફિસર ડોક્ટર હીનાબેન ધ્રુવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી જે મહેતા, મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પરમાર, આયુષ મેડીકલ ઓફિસર ડો. તેહસીન શેખ તથા પીએસઆઇના સુપરવાઇઝર જીતેન્દ્રભાઈ બોડાણા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી ફીડબેક પૂરા પાડ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.