સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુટફાટ અને હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ ઉપર યુવાનની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વધુ વિગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમજ સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી રોડ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા આધેડ યુવાનનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી આ હત્યાના પગલે ઘટનાસ્થળે જોરાવનગર પોલીસ કાફલો દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આધેડ યુવાનની લાશને પી.એમ અર્થે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતક આધેડ યુવાન સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર વિસ્તારમાં સીલીકેટ કારખાનાની સામે રહેતો હોવાનું ખુલવા પામ્યુ છે અને તેમના ઘર આંગણે કોમલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે અનાજ કરીયાણા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારી દરજી સમાજના અંદાજે 55 વર્ષના આધેડ યુવાનની હત્યા થઈ હોવાનું અનુમાન જોરાવનગર પોલીસ ટીમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર