Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉમલ્લાથી વેણુગામ સુધીના બિસ્માર રસ્તાનુ ડામરથી પેચીંગ કરવા સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી સહિત માર્ગ મકાન વિભાગને તેમજ કલેકટરને લેખિતમાં રજુઆત…

Share

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાથી વેણુગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો બનાવવા સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવે છે છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી, સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો દિવસરાત ચોવીસ કલાક આ રસ્તા પર ચાલે છે જેના કારણે આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં બન્યો છે, અને લીઝ ધારકોનાં દબાણથી પી.ડબ્લ્યુ.ડી દ્વારા ફક્ત મેટલ અને ડસ્ટ નાંખીને આ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો ચાલી શકે પરંતુ ડામરથી પેચીંગ કરવામાં આવતું નથી અને ડસ્ટ ઊડવાના કારણે આજુબાજુના ખેતરોમાં પાકને નુકશાન થાય છે.

ઉમલ્લાથી વેલુગામ સુધીના રસ્તા પર ઇન્દોર, અસા, પાણેથા, ફીચવાડા, જરોઇ, ઢુંડા, અને ખાખરીપરા ગ્રામ પંચાયતના ગામો આવેલા છે અને આ વિસ્તારમાં ચાલતી તમામ લીઝો વડોદરા જીલ્લાની છે જેથી આ ગામોને કોઇ પણ પ્રકારનો ફાયદો થતો નથી.

આ વિસ્તારના ખેડુતોને બિસ્માર માર્ગના કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારમાં કપાસ, કેળ, શેરડી, કઠોર અને શાકભાજી જેવા પાકોનું વાવેતર થાય છે. ખેડુતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જેથી ખેડૂતોને ઓછા ભાવે પોતાનો પાક સ્થળ પર જ વેચી દેવો પડે છે જેથી ખેડુતો પાયમાલ બની રહ્યા છે.

Advertisement

આજરોજ આ રસ્તો મંજૂર ના થાય ત્યાં સુધી ડામરથી પેચીંગ વર્ક કરવા સ્થાનિક ખેડુતો દ્વારા મુખ્યમંત્રી ગુજરાત, ભરૂચ સાંસદ, ખાણખનીજ વિભાગ ભરૂચ, ખાણ ખનિજ વિભાગ ગાંધીનગર, SP ભરૂચ, આર.ટી.ઓ ભરૂચ, માર્ગ મકાન વિભાગ ભરૂચ તેમજ ભરૂચ જિલ્લા કલેકટર માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રસ્તાનું જલ્દીથી નિરાકરણ કરવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી આપી હતી તેમજ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Share

Related posts

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની વિવિધ શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા…

ProudOfGujarat

ભરૂચના દયાદરા ગામમાં મહિલા ગ્રુપ બનાવી લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની લોભ લાલચ આપી કુલ ૪૪ જેટલા લોકો સાથે છેતરપીંડી થઈ હોવાથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!