ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનાં ઝોનલ પ્રભારી નારાયણ રાઠવાની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં સંયોજકો અને નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને આ મિટિંગમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા હોવાનું કોંગ્રેસનાં કાર્યકરોએ જણાવ્યુ છે.
આજે બપોરે ભરૂચ જીલ્લા ઝોનલ પ્રભારી નારાયણ રાઠવા, માનસિંહભાઈ ડોડીયા, રાજેન્દ્રસિંહ બી.પરમાર, કાશ્મીરાબેન સહિતાનાં કોંગ્રેસનાં આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સંયોજકો અને નિરીક્ષકો પણ મળ્યા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આયોજન મુજબ પ્રદેશ સમિતિ ઝોન – 2 માં ગુજરાત પ્રભારી તરીકેની સભ્યોએ સફળતાપૂર્વક ફરજો નિભાવી છે. જેમાં માનસિંહભાઈ ડોડીયા સહિતનાં સહપ્રભારીઓ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારો નકકી કરવા માટેની બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે ભરૂચ જીલ્લા પંચાયતની 35 સીટો, તાલુકા પંચાયતની 9 સીટો અને નગરપાલિકાની 4 સીટોમાં એવાં ઉમેદવારો ઉતારવામાં આવશે જેમાં તમામ જગ્યાએ કોંગ્રેસની જ બહુમતીવાળી બેઠક બને તેવું જણાવ્યુ હતું.
આજે ઝાડેશ્વર ખાતે મળેલી મિટિંગમાં તમામ ઉમેદવારો નક્કી કરી અને તેની તમામ માહિતી પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલવાની હોય, કોંગ્રેસનાં પ્રભારી નારાયણભાઈ રાઠવાએ ઉમેદવારી ચયન શરૂ કરી ભાજપને ટકકર આપતા ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ બનાવી જીત નિશ્ચિત થાય તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કવાયત હાથ ધરી છે. આ મીટિંગમાં કાશ્મીરાબેન શાહ, પ્રદેશ મહામંત્રી અને પ્રભારી માનસિંહ ડોડીયા, ડૉ.ખ્યારેજી, પ્રવકતા નાઝુભાઈ ફડવાલા, પરીમલસિંહ રણા, સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રણા, શેરખાન પઠાણ, સુલેમાન પટેલ, શકીલ અકુજી, દલપતભાઈ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અહીં નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી સામે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એવા ઉમેદવારોનું ચયન કરવાનું રહેશે કે જેમાં કોંગ્રેસનું પલ્લું ભારી રહે એ તો ઉમેદવારોનાં નામ જયારે જાહેર થશે ત્યારે જ જોવા મળશે. આખરે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે ? અને સ્થાનિક કક્ષાએ કોંગ્રેસને લોકોનો કેવો સપોર્ટ મળે છે.