ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને એસ.ઓ.જી. દ્વારા આગના બનાવ સામે કેવી રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તેની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ આયોજન કરતાં પ્રથમ દ્રષ્ટિએ સિવિલ હોસ્પિટલમાં જાણે આગનો બનાવ બન્યો હોય તેમ લોકોનાં ટોળાં એકઠા થયા હતા પરંતુ અંતે નગરપાલિકા ફાયર વિભાગે મોકડ્રીલ જાહેર કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગના બનાવ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત બનતા હોય છે કયારેક અચાનક આગનો બનાવ બને તો જાહેર જનતાને કઈ રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તે વિશે આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલમાં ભરૂચ ફાયરના જવાનો અને એસ.ઓ.જી. એ સાથે મળી કામગીરી કરી હતી. આ તકે ભરૂચ ફાયર ઓફિસરની ટીમ અને એસ.ઓ.જી. સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Advertisement