સરોડી ગામે પત્ની છેલ્લા સમયથી રીસામણે બેસી હોવાનાં મન દુખ રાખી પતિ છરી લઈને સરોડી ગામે પહોંચ્યો હતો ત્યાં માથાકુટ થતાં જમાઈએ સાસુ સસરા અને પત્ની સાળી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સાળીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે સાસુ, સસરા અને પત્નીને પણ છરી વડે હુમલો કર્યો હતો તેઓને ઈજાઓ થઈ હતી ત્યારે ત્રણેયને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સસરાને છરીના ગંભીર ઘા લાગ્યા હોવાથી સારવાર દરમિયાન મોત નીપજતા મામલો પુત્રી બાદ પિતાનું પણ મોત નિપજ્યું હોવાનું સત્તાવાર ડોક્ટરે જાહેર કર્યું હતું. બે-બે મોતનાં સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે મુળી ગામના આરોપી હિતેશભરતભાઈ કોરડીયાની પત્ની મીનાબેનને એમનાં પિયર સરોડી ગામે હતાં. ત્યારે બપોરના બારેક વાગ્યાના સુમારે આરોપી હિતેશ પોતાના સરોડી ગામે આવ્યો હતો આવીને સાસરીયા પક્ષના લોકો સાથે બોલાચાલી થઈ હતી ત્યારે જમાઈ પોતાના હાથમાં છરી રાખીને સાસુ, સસરા અને પત્ની સાળી ઉપર છરી વડે હુમલો કર્યો હતો આ બનાવમાં સાળી સોનલબેન દામજીભાઈ ચાવડા ઉંમર વર્ષ 22. રહે સરોડી. અને સસરા દામજીભાઈ હરીભાઇ ચાવડા ઉંમર વર્ષ 50. ને પેટનાં ભાગમાં છરીના ઘા વાગતાં સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યા સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતાં.
આ ઘટનામાં લલિતભાઈ દામજીભાઈ ચાવડા સાળો અને આરોપી હિતેશ કોરોડીયાની પત્ની મીનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતાં. આ ઘટનાનાં આરોપી હિતેશને પણ ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં રીફર કરાયો હતો પોલીસે આરોપીનો કબજો મેળવીને પિતા પુત્રીની હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર