ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામેથી જાહેરમાં રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ અને ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ ડામવા માટે ભરૂચ એલ.સી.બી. નાં પો.ઇ.નાં માર્ગદર્શન અનુસાર ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એલ.સી.બી.ની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વરનાં દઢાલ ગામમાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહેલ છે જે બાતમી મુજબ એલ.સી.બી. ની ટીમે દઢાલ ગામે ખાડી ફળિયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો (1) મોહંમદરફીક અહમદભાઈ જોગીયાત (2) હુશેન ઇબ્રાહિમ બાંગી (3) મહેબૂબ મોહંમદ શરીગત (4) ઇલ્યાસ બશીરભાઈ દીવાન (5) ઇમ્તીયાઝ નુરમહંમદ દીવાન નાઓને પોલીસે રોકડ રૂપિયા તથા જુગારનાં સાધનો સાથે ઝડપી પાડયા છે. આ કામનાં આરોપીઓ પાસેથી પોલીસ તપાસમાં રોકડ રૂપિયા 7640, દાવ પરના રોકડ રકમ 1090, પત્તા-પાના, પાથરણું મળી કુલ રૂ.8730 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આ કામગીરી દરમિયાન હે.કો.ચંદ્રકાન્ત શંકરભાઇ, દિલીપકુમાર યોગેશભાઈ, અજય રણછોડભાઈ, પો.કો. અશોકભાઇ નારૂભાઈ તથા એલ.સી.બી. ટીમે કરી હતી.