ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાવતી કંપનીને GPCB ની વડી કચેરીએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો છે.
ભરૂચનાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે અનેક કેમિકલ કંપનીઓ આવેલ છે. GPCB ની ટીમ દ્વારા અંકલેશ્વરનાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી વાસુદેવ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. વાસુદેવ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી GPCB ની ટીમે વાયુ પ્રદૂષણ ફેલાવવા અંગે રૂ.10 લાખનો દંડ ફટકાર્યો છે. આ બાબતની અન્ય કેમિકલ કંપનીઓને જાણ થતાં હરકતમાં આવી ગઈ છે. તેમજ વાયુ પ્રદૂષણ ફેલાવતી અન્ય જી.આઇ.ડી.સી. ની કેમિકલ કંપનીઓનાં માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાજેતરમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં આવેલ વાસુદેવ કેમિકલ કંપનીને એક મહિલા પહેલા 25 નવેમ્બરનાં રોજ કમનીમાં કોઈ કારણસર આગ લાગતાં આ આગનાં બનાવમાં સમગ્ર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ જતાં આ અંગેની જાણ થતાં GPCB ની ટીમે આ કંપનીની તલાશી લીધી હતી.
અહીં નોંધનીય છે કે અવાર-નવાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર અને GPCB સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. GPCB ની ટીમ દ્વારા વાસુદેવ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ સાથે રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવતા પ્રજાનો બુલંદ અવાજ સરકાર સમક્ષ પહોંચ્યો હોય તેવું અહીંનાં રહીશોએ પણ જણાવ્યુ છે અને અન્ય કેમિકલ કંપનીઓ સામે પણ આ પ્રકારની સખત કાર્યવાહી કરવાની માંગણી લોકમુખે ચર્ચાઇ રહી છે.