– ભરૂચના મર્ચન્ટ એસોસિએશન નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાયું…
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારના લોકો નગરપાલિકામાં હોબાળો મચાવી રહ્યા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રાહકો ખરીદી કરવા ન આવતા હોવાના કારણે મર્ચન્ટ એસોસિએશન ભરૂચ નગર પાલિકામાં રજૂઆત કરવા આવે તે પહેલાં જ સમગ્ર ભરૂચ નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતુ.
ભરૂચ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માનવામાં આવે છે પરંતુ આ નગરપાલિકામાં કોઈ સામાન્ય વ્યક્તિ પણ રજૂઆત કરવા આવે તો અધિકારીઓ પડી જતા હોય છે અને સમગ્ર ભરૂચ નગરપાલિકાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવતો હોવાના આક્ષેપો થતાં હોય છે આવો જ એક કિસ્સો આજે પણ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર બજારના મર્ચન્ટ એસોસિએશન દ્વારા માળખાકીય સુવિધા અને બિસ્માર માર્ગની મરામત કરવા અંગે રજૂઆત કરવા આવનાર હતા અને સવારથી જ ભરૂચ નગરપાલિકાને પોલીસ છાવણીથી ભરપૂર કરી દેવાયું હતું માત્ર દસ લોકો રજૂઆત કરવા આવતા હોય તેની સામે ૩૦ થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવતો હોય છે ત્યારે લોકો પણ અધિકારીઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે રજૂઆત કરવા આવનારાઓને પોલીસ બતાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ નગર પાલિકામાં રજૂઆત કરવા આવવું તે ગંભીર ગુનો છે તેવા આક્ષેપો પણ હવે લોકો કરી રહ્યા છે.
જોકે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ રજૂઆત કરવા આવેલા મર્ચન્ટ એસોસિયેશનના સભ્યોનેની સમસ્યા હલ કરવાની બાંહેધરી આપી છે. જોકે પંદર દિવસમાં તેઓની માગણીઓ નહીં સંતોષાય તો મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોવું રહ્યું કે મર્ચન્ટ એસોસિયેશનના સભ્યોએ આંદોલનનો માર્ગ અપનાવો પડે છે કે પછી તેઓની માંગણીઓ સંતોષાય છે પ્રજા અને અધિકારીઓના પ્રશ્નોમાં આખરે પોલીસે પીસાવાનો વારો આવ્યો છે.