Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગોલ્ડી સોલાર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયું.

Share

ગોલ્ડી સોલાર ગ્રુપ દ્વારાક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંગોલ્ડી સોલાર ની આઠ ટીમો એ ભાગ લીધો હતો. ગોલ્ડી સોલાર તરફથી વધુ રન, વધુ વિકેટ લેનાર ખેલાડી ને પ્રોત્સાહિત કરવા ટ્રોફી એનાયત કરવા માં આવી હતી અને મેન ઓફ ધ મેચ ટ્રોફી અને વિનર ટ્રોફી એનાયત કરવા માં આવી હતી.ફાઇનલ મેચ પ્રોડકશન વોરિયસ અને ઈન્ફિનિટી સ્ટાર વચ્ચે રમાય હતી. પ્રથમ દાવ માં પ્રોડક્શન વોરિયસ ટીમે આઠ ઓવર માં 110 રન ફટકાર્યા હતા તેના જવાબ માં ઈન્ફિનિટી સ્ટાર ટીમે આઠ ઓવર માં 100 રન માંઆઉટ થતા પ્રોડકશન વોરિયસ નો વિજય થયો હતો. મેન ઓફ ધ ટુર્નામેન્ટ ઈન્ફિનિટી ને જાહેર કરવા માં આવી હતી. વિજેતા ટીમના કેપ્ટ્ન ધર્મેશભાઈ વરસક પ્રોડક્શન વોરિયસ ટીમ ને રૂપિયા 5000/- નુ પુરસ્કાર અને ટ્રોફી ગોલ્ડી સોલાર તરફ થી એનાયત કરવા માં આવી હતી. આ તકે ગોલ્ડી સોલાર ના ઓનર ઈશ્વરભાઈ ધોળકીયા, ભરત ભાઈ ભૂત તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો. ગોલ્ડી સોલાર ના આયોજકો એ સૌ નો આભાર માન્યો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સમરસ પેનલ વિજયી.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માટે નવું બાંધકામ કયારે થશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!