*કસક થી મકતમપુરના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી ફાયર ફાયટરોએ રેસ્કયુ કરી બહાર કાઢી.
*કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે જેસીબીની મદદથી ગાયને ગટરમાંથી બહાર કાઢી.
ભરૂચ ની ખુલ્લી કાસો પશુઓ માટે પણ જીવલેણ બની રહી છે ત્યારે કસરતના જાહેર માર્ગો પર રોડની સાઈડમાં રહેલી કાંસમાં ગાય ખાબકી જતાં તેને ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ જેસીબીની મદદથી બહાર કાઢવામાં સફળતા મળી હતી
સતત વાહનોથી ભરચક વિસ્તારોમાં પણ જાહેર માર્ગોઉપર રખડતા પશુઓના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે ત્યારે ભરૂચના કસક થી મકતમપુર તરફ જવાના માર્ગ ઉપર ભૃગુપુર સોસાયટી નજીક કાંસમાં ગાય ખાબકી ગઈ હતી જેને રેસ્ક્યૂ કરવા માટે ભરૂચ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાંસનો કેટલોક હિસ્સો તોડી ગાયનું રેસ્કયુ કરી તેને બહાર કાઢવામાં આવી હતી પણ જાહેર માર્ગો ઉપર રહેલી ખુલ્લી કાસો વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે.