Proud of Gujarat
FeaturedGujaratINDIA

વોર્ડ નંબર ૨ ના ઘાસ મંડાઈ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં વરસાદની ઋતુનો અનુભવ કરતાં લોકો.

Share

સમગ્ર કાંસ ચોકબ થતા ભરૂચના જાહેર માર્ગોઉપર પાણીના કારણે જળબંબાકારના દ્રશ્યો.

ભાર શિયાળે ચોમાસાની ઋતુનો અનુભવ કરતા લોકો.

Advertisement

ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં વિકાસ ન થતો હોવાના અનેક વાર આક્ષેપો થતાં હોય છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર બે માં ઘાસ મંડળ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે સમગ્ર કાંસમાં કચરો ભરાઇ જવાના કારણે સમગ્ર અંડર ગ્રાઉન્ડ લાઇન ચોકઅપ થઇ જતાં ખુલ્લી કાંસનું સમગ્ર પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં ભરશિયાળે લોકો ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા

ભરૂચ નગરપાલિકામાં નગરસેવકોની કામ પૂર્ણ થાય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેટલાય લોકો નગરસેવકની ચૂંટણી માટે સજ્જ થઇ રહ્યા છે પરંતુ નગરપાલિકામાં પાંચ વર્ષનો કાર્યકાળ સંભાળનારા ઓએ પોતાના મત વિસ્તારોમાં વિકાસ ન કર્યો હોય તેવા આક્ષેપો થયા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2 માં ઘાસ મંડાઈ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી અધૂરી છોડી દેતા છેલ્લા છ મહિનાથી સ્થાનિકો માટે ખુલ્લી કાંસ જીવલેણ સમાન બની ગઈ છે ખુલ્લી કાન્સમાં કેટલાય બાળકો ખાબકી રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કર્યા છે છતાં પણ ભરૂચ નગરપાલિકાના વહીવટી તંત્રના પેટનું પાણી નથી હલતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે

ખુલ્લી કાંસોની અધૂરી કામગીરીના કારણે કાંસમાં કચરાઓના ખડકલાના કારણે સમગ્ર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન પર ચોક્કસ થઇ જવાના કારણે જાહેર માર્ગો ઉપર જ કુંડીઓ ઉભરાઈ રહી છે જેના કારણે વોર્ડ નંબર ૨ માં અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં જાહેર માર્ગો ઉપર પણ અત્યારે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે ગટરનું અત્યંત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા દુકાનદારો રાહદારીઓ અને વાહનચાલકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે જોકે ઘાસ મંડાઈ વિસ્તારના લોકોએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે સમગ્ર ગંદકીનું સામ્રાજ્ય ભરૂચ નગરપાલિકામાં ઠાલવવાની ચીમકી સ્થાનિકો ઉતારી રહ્યા છે

જોકે ખુલ્લી ગટરોના કારણે જાહેર માર્ગોપર પ્રદૂષિત પાણી વહેતું થતાં જ સમગ્ર જાહેર માર્ગ ઉપર જળબંબાકાર ના દ્રશ્યો સર્જાતાં ભરશિયાળે લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો હતો.


Share

Related posts

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

ProudOfGujarat

દહેજની મેધમની કંપનીમાં શ્રમજીવી મહિલાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!