માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.રાજયગુરુ સાહેબ, સુરત ના હસ્તે રીબીન કાપી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સરદાર પટેલ હોસ્પિટલ બારડોલી ના 10 નો સ્ટાફ 2 ડોક્ટર અને 8 ટેક્નિસિયાન વડે આ રક્તદાન કેમ્પ માં 35 જેટલી રક્ત બોટલ નું દાન એકત્રીકરણ કરવામાં આવ્યું.શાળા વિકાસ સંકુલ 14 માં સમાવિષ્ટ શાળા ના શેક્ષણિક, બિનસેક્ષણિક સ્ટાફ તથા શાળા સંચાલક મંડળે આ રક્તદાન શિબિર માં હાજરી આપી રક્ત નું દાન કર્યું હતું. રક્તદાન કરવાની શરૂઆત શાળા ના આચાર્યશ્રી પારસભાઈ મોદી થી થઈ હતી. વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ દેસાઈ અને શાળા ના આચાર્યશ્રી પારસભાઈ મોદી એ આ પ્રસનશનીય કાર્ય ની સરાહના કરી હતી.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.
Advertisement