Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકામાં ૨૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે થયું.

Share

ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૨૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ બની છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે મંત્રી ગણપતભાઈ વસાવાએ નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા ૨૦.૯૪ લાખના ખર્ચે નિર્માણ થનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી અને વિકાસ લક્ષી યોજના ની માહિતી આપી હતી ત્યારબાદ વડપાડા ૧૮.૭૩ લાખ માડણ પાડા ગામે ૨૫.લાખ. કડવી દાદરા ગામે ૧૨.૭૫ લાખ ચારણી ગામે ૨૫ લાખ સહિત કુલ ૯ કરોડથી વધુના પાણી પુરવઠા યોજનાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. કડવી દાદરા ગામે ૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર 66kv વિજ સ્ટેશનનું ખાતમુર્હુત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડપાડા ગામથી ઉમરદા ગામને જોડતો રસ્તો રૂપિયા ૮.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે તેમજ શરદા કેવડી માર્ગ રૂપિયા ૨.૭૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. આ બંને કામોનું ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે રૂપિયા ૨૩ લાખના ખર્ચે નિર્માણ થનાર કાટનવાડી, ઘાણાવડ રોડ રૂપિયા ૩૦ લાખ સાદડાપાણી જીઇબી અને સ્મશાન માર્ગ ૬૦ લાખના ખર્ચે નિર્માણ થશે ચારણી ગામે રૂપિયા ૧૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પૂર્વ સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમિશભાઈ વસાવા, વાડીના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા, શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનને મજબૂત કરવા માટે ભાજપ પક્ષના આગેવાનો ઉમરપાડામાં કમર કસી રહ્યા છે. તાલુકા ભાજપના મહામંત્રી અમિશ વસાવા અને શરદા ગામના સરપંચ મહેન્દ્રભાઈ વસાવાના પ્રયત્નોથી છોટુ વસાવાની બીટીપી પાર્ટીના આગેવાન ચંદ્રસિંગ રામસિંગ વસાવા સહિત ૧૧ જેટલા કાર્યકરોને વિધિવત રીતે મંત્રી ગણપતભાઈ વસાવાએ ભાજપનો કેસરીયો ખેશ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ઉમરપાડા તાલુકા પંચાયતના માજી પ્રમુખ દરિયાબેન વસાવા, વાળીના સરપંચ સપના બેન વસાવા, સરવણ ફોકડીના સરપંચ નટવરભાઈ વસાવા, ઉમરખાડીના સરપંચ ગુલાબભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ વસાવા હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરુચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોનાં મંદિરોમાં વૃદ્ધોને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થઈ ગયેલા ગઠિયાને હાંસોટમાંથી એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ગુનાઓ ઉકેલી નાંખવાનો આશાવાદ વ્યક્ત કર્યા છે.

ProudOfGujarat

કોરોનાનાં કહેર વચ્ચે રાજપારડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા.

ProudOfGujarat

રાજ્યકક્ષાની પાવરલિફ્ટીંગ,બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધામાં સુરતની માનસી ઘોષે ગોલ્ડ મેડલ મેળવ્યો.માનસી ઘોષની રોજની કલાકોની મહેનત અને પ્રોપર ડાયટ પ્લાનનાં કારણે મળી સફળતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!