– ઇકોસેન્સિટિવ ઝોન મુદ્દા બાદ આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નુકશાનનો ભાજપને ભય : લોકચર્ચા
– નર્મદા જિલ્લાના ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ ગામોના ગામ નમૂના નં-૭ ના બીજા હક્કમાં નોધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરાઇ.
ઇકો સેન્સિટીવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામોને સમાવવા બાબતે આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો ઉપરાંત ભાજપના જ સાંસદ મનસુખભાઇ વસાવા ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા BTP ના ધારાસભ્ય સહિત તમામ પક્ષના આદિવાસી નેતાઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઉગ્ર વિરોધ થતા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ નુકશાનની ગંધ પારખી ગયું હોય તેમ બેકફૂટ ઉપર આવી છે તેવી લોક ચર્ચાઓએ જોર પકડયુ છે.
આ બાબતે અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય જીવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વપસ/ટે.૩૨/બ/૫૭૮૯/૨૦૨૦-૨૧, તા.૩૦/૧૨/૨૦૨૦ થી નર્મદા જિલ્લાના ઈકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોનાં ગામ નમુના નં.૭ નાં બીજા હક્કમાં નોંધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે. જેથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સીટીવ ઝોન અંગે સબંધિત ગામનાં ગામ નમુના નં.૭ નાં બીજા હક્કમાં નવી કોઈ જ નોંધ પાડવામાં આવનાર નથી તેમજ જે ગામોમાં આવી નોંધ દાખલ થયેલ છે તે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની નર્મદા જિલ્લાનાં તમામ ખેડૂત ખાતેદારો, ગ્રામજનોને નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી