– બે-બે મહિનાથી પગાર ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો સામે બાંયો ચઢાવતા કર્મચારીઓ.
ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત આરોગ્યલક્ષી કચેરીઓમાં કોન્ટ્રાકટ પ્રથામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે જનતા જાગૃતિ મંચ દ્વારા કર્મચારીઓના થઈ રહેલા શોષણ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે દોડી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પણ કોન્ટ્રાકટ પ્રથા હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાના અનેકવાર આક્ષેપો થયા છે અને તાજેતરમાં જ વચેટિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે બે મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓએ ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી સમૂહમાં આર.ટી.આઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાની કામગીરી કરવા સાથે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સમાન કામ સમાન વેતન સાથેની માંગણી કરી આક્રોશ ઠાલવ્યો હતો.