ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિનાં પ્રમુખ ખુમાનસિંહ વાસિયા દ્વારા એક નિવેદનમાં જણાવ્યુ છે કે ભરૂચ તેમજ ગુજરાતમાં વિધવા સહાયની બાકી રહેતી બહેનોને તેનો લાભ આપવો જોઈએ તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવાની વાત જણાવી છે.
આ નિવેદનમાં વધુમાં જણાવ્યુ છે કે ભરૂચ અને નર્મદા જીલ્લામાં વિધવા સહાય માટે હંમેશા જીલ્લા હિતરક્ષક સમિતિ પ્રયત્નશીલ રહેશે. આ વર્ષે અંદાજીત ભરૂચ જીલ્લામાં 30,000 વિધવા બહેનોને સહાય આપી છે અને ગુજરાતમાં 8 લાખ બહેનોને વિધવા સહાયનો લાભ મળ્યો છે. તેમજ ભરૂચ જિલ્લાની 1 લાખ બહેનોનાં વિધવા સહાયનાં ફોર્મ ભરવાની પ્રોસેસ બાકી હોય તેને વહેલી તકે પૂર્ણ કરવાનો સંકલ્પ છે. વિધવા સહાયનાં નિયમમાં ફેરફારો કરવાની પણ આવશ્યકતા હોય જેમાં કુટુંબની આવક મર્યાદાને દૂર કરવી જોઈએ જેથી તમામ બહેનો વિધવા સહાયનો લાભ પ્રાપ્ત કરી શકે છે.
તેમજ ભરૂચ નર્મદા જીલ્લામાં હિતરક્ષક સમિતિ આગામી સમયમાં યુવાનોની રોજગારી અને ખેડૂતોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રયત્નો કરશે. ઉપરાંત સ્થાનિક યુવકોનાં નોકરીનાં પ્રશ્નો, ખેડૂતોનાં સિંચાઇનાં પ્રશ્નો અને કરજણ જળાશય યોજનાનું સરકાર દ્વારા રદ કરવામાં આવેલું મહેકમને ફરી મંજૂર કરવામાં આવે તેવી વિવિધ આ નિવેદનમાં માંગણી છે.
ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય, રોજગારી, ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપી જન જાગૃતિનાં કરશે પ્રયત્નો…
Advertisement