કરજણ તાલુકામાં કોરોના મહામારીને નાથવા કરજણ આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટ F.A.W. દ્વારા દરેક દુકાનો, સ્ટોરમાં જઈને ચેક કરવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જેમાં F.A.W. ની ટીમમાં ડો. પાંડે મોહિની, હેતલબેન મોચી, પીનલબેન કટારા, લક્ષ્મણભાઇ કટારા અને સ્ટુડન્ટ હાજર રહયા હતા.
મિડીયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કરજણમાં કેટલા લોકો કોરોના પોઝિટિવ હોય છે પરંતુ તે લોકોને ખબર હોતી નથી અને બીજા લોકોને સંક્રમણ લાગે છે અને લોકો ચેકઅપ કરાવવા ગભરાતા હોવાથી કોરોના સંક્રમણ વધતું હોય છે માટે આ વાતને ધ્યાનમાં રાખી અમે દરેક દુકાનો તેમજ સ્ટોરમાં જઈ ચેકઅપ કરીએ છે. દિવસ દરમ્યાન દસથી બાર જેટલાં પોઝિટિવ કેસો મળતા હોય છે માટે કોરોના કેસોને કેન્ટ્રોલમાં લાવવા માટે અમારી ટીમ તત્પર છે.
યાકુબ પટેલ : કરજણ
Advertisement