શિયાળાની ફુલગુલાબી ઠંડીએ છેલ્લા બે-ત્રણ દિવસથી જોર પકડ્યું છે શિયાળાની કડકડતી ઠંડીના કારણે મોડી રાત્રીથી વહેલી સવાર સુધી જાહેર માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે પરંતુ ભરૂચનાં જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર રાત વિતાવતાં ગરીબ શ્રમજીવીઓ અને ઘર વિહોણા લોકોની હાલત દયનીય બની રહી છે ત્યારે આ ઘર વિહોણા લોકો આજે પણ મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ નગરપાલિકાના શેલ્ટર હોમની રાહ જોઈ રહ્યા છે ત્યારે કયા જનપ્રતિનિધિઓ ઠંડીથી ઠુંઠવાઈ રહેલા લોકોની વ્હારે આવશે તેવા સવાલો ઊભા થયા છે.
ભરૂચમાં પણ શિયાળાની ઠંડીનો ચમકારો દિવસ રાહ જોવા મળી આવે છે જેના કારણે લોકો ગરમ વસ્ત્ર ધારણ કરવા સાથે ઘરમાં પુરાવા માટે મજબૂર થયા છે પરંતુ જે ઘર વિહોણા લોકો છે તેની હાલત શું છે તેની ઉપર નજર કરીએ તો ભરૂચનાં સ્ટેશન રોડથી પાંચબત્તી સુધી, પાંચબત્તીથી મહંમદપુરા ચોકડી સુધી, મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધી, બાયપાસ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી, શ્રવણ ચોકડીથી સેવાશ્રમ રોડ સુધી તથા ભરૂચના અનેક જાહેર માર્ગો ઉપર રાતવાસો કરતાં ગરીબ અને ઘર વિહોણા લોકો ઠંડીથી ઠુઠવાઇ રહયા છે
ત્યારે કેટલાય ગરીબ અને ઘર વિહોણા લોકો ફૂટપાથ ઉપર પણ ઠંડીથી રાહત મેળવવા માટે તાપણું કરતાં પણ જોવા મળી રહ્યા છે અને ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ મોડી રાત્રીથી વહેલી સવાર સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ ગરીબોને ઘર વિહોણા લોકો પોતાના નાનકડા બાળકો સાથે પણ ફૂટપાથ ઉપર રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ ગરીબ અને લાચાર લોકોની વહારે જનપ્રતિનિધિઓ પણ આગળ આવે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગીતા પાર્ક સોસાયટી નજીક ૧ કરોડ ૫૫ લાખ ૫૫ હજાર ૪૦૦ની માતબર આ રકમથી ગરીબ અને ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્ટર હોમનું નિર્માણ કરાયું છે
જેનું લોકાર્પણ વાલિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ થકી ઉદઘાટન પણ કરી ચૂક્યા છે ત્યારે હવે આ નાઈટ શેલ્ટર હોમમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ફૂટપાથ ઉપર રાતવાસો કરતાં લોકોને ત્યારે આશરો મળશે તેની આ રાહ જોઈ રહ્યા છે પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કડકડતી ઠંડી વચ્ચે ઠંડીથી ઠૂઠવાઇ જવાના કારણે ગરીબ અને ઘર વિહોણા લોકો મોતને ભેટે તો તેનો જવાબદાર કોણ..? તેવા પ્રશ્નો ઉભા થયા છે. નાઈટ શેલ્ટર હોમ હોવા છતા ઘર વિહોણા લોકો પોતાના નાનકડા માસૂમ બાળકો સાથે પણ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ફૂટપાથ ઉપર રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે.