શિયાળાની ઠંડીમાં ફૂટપાથ ઉપર રહેતા પરિવારજનોનાં બાળકોને ઠંડીથી રાહત મળે તે માટે રોટરી ક્લબનાં સહયોગથી ગરમ સ્વેટરનું વિતરણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી શિયાળાની ઠંડીનું જોર વધી રહ્યું છે જેના પગલે રોડ ઉપર રાત વિતાવતા ઘર વિહોણા અને ગરીબ લોકોની હાલત કફોડી બની રહી છે ત્યારે ઘર વિહોણા લોકો સાથે નાના બાળકોની પણ હાલત કફોડી બની રહી છે ત્યારે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા રોટરી કલબનાં સહયોગથી ગરમ સ્વેટર વિતરણ કરી અનોખી રીતે માનવતા મહેકાવી રહ્યા છે. તદુપરાંત ભરૂચનાં અનેક જાહેર માર્ગોનાં ફૂટપાથ ઉપર રાત વિતાવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો વિતરણ કરી પોલીસે અનોખી માનવતા મહેકાવી છે.
Advertisement