ભરૂચનાં કોલેજ રોડથી જ્યોતિનગર સુધીનો માર્ગ તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદનાં કારણે અત્યંત બિસમાર બની ગયો હતો જેની કામગીરી છેલ્લા ૨૦ દિવસથી ગોકુળ ગતિએ ચાલી રહી છે જેના કારણે સમગ્ર માર્ગમાં અંધારપટનાં કારણે કેટલાય વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે તંત્રની લાપરવાહીના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગતરોજ પણ સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
ભરૂચનાં કોલેજ રોડ ઉપર આવેલ સંજય કોલોનીથી જ્યોતિનગર સુધીનો અડધો કિલોમીટરનો માર્ગ સમગ્ર બિસ્માર બની ગયો છે જે માર્ગની મરામત માટે ગ્રાન્ટની મંજૂરી મળી છે અને માર્ગની મરામત પણ છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરની ગોકુળ ગતિએ ચાલતી કામગીરીને કારણે મોડી રાત્રિએ સમગ્ર માર્ગ પણ અંધારપટના કારણે વન વે રોડ હોવાના કારણે પણ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જોકે સમગ્ર માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાના કારણે વન-વે માર્ગ ઉપરથી અવર-જવર કરી રહેલા વાહનચાલકોની આંખો વાહનોની હેડલાઇટથી અંજાઈ જતી હોવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ગતરોજ મોડી રાત્રિએ અવધૂત નગર સોસાયટી નજીક જ કાર ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાઈકલ ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સમગ્ર માર્ગ ઉપર કોન્ટ્રાક્ટરની ગોકુળ ગતિએ ચાલતી કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર સર્જાઈ રહેલા અકસ્માત બાદ પણ તંત્રની પણ આણ આવડતના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
જોકે તાજેતરમાં લગાવેલા હાઈમાસ્ટ પણ બંધ રહેતા સમગ્ર માર્ગ ઉપર અંધારપટ છવાઈ જવા સાથે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનેલા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવેલી સોસાયટીના રહીશોને વાહનચાલકો માંગ કરી રહ્યા છે.