Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મારામારી પ્રકરણમાં ઇજાગ્રસ્ત વકીલનું દસ દિવસ બાદ મોત થતા ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ…

Share

– મૃતકના પરિવારજનોના આક્રોશ અને દલિત સમાજના આંદોલન બાદ પોલીસે ૪૮ કલાકમાં જ આરોપીઓને દબોચી લીધા.

– મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી કોરોના ટેસ્ટ અંગેની તજવીજ હાથ ધરાઈ.

Advertisement

– સીસીટીવી ફુટેજમાં દેખાતા મુખ્ય આરોપી દિલુભા રણા સહિત અન્ય ત્રણની ધરપકડ.

ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં કચ્છ સુપર સ્ટોર ઉપર મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું દસ દિવસ બાદ મોત નિપજતા મૃતકના પરિવારજનોએ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસે ૪૮ કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી હત્યાની કલમનો ઉમેરો કરી કોરોનાના ટેસ્ટ અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૭ મી ડિસેમ્બરનાં રોજ ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા કચ્છ સુપર સ્ટોર ખાતે અલકનંદા ગેલેક્સી સોસાયટીમાં રહેતા વકીલ જશુભાઈ દયાલભાઈ જાદવનાઓ જીવન જરૂરિયાત સામગ્રી ખરીદી કરવા અર્થે ગયા હતા તે દરમિયાન જશુભાઈ જાદવ ખરીદી કરી રહ્યા હતા તે દરમિયાન નારાયણ દર્શન 2 ભોલાવ ખાતે રહેતા દિલુભા શિવસિંહ રણાએ અચાનક જ આવી સિનિયર વકીલ જશુભાઈ જાદવનું શર્ટનો કોલર પકડી તેઓને ખેંચી લઇ જઇ માર મારી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સિનિયર વકીલ જશુભાઈ જાદવને ગંભીર માર મારવાના પ્રકરણમાં અન્ય ત્રણ લોકોની પણ સંડોવણી હતી પરંતુ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે માત્ર મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા. જોકે ઇજાગ્રસ્તનું દસ દિવસ મોત બાદ મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી નહીં ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ તેવી જીદ સાથે સમાજના લોકો સાથે આંદોલનનું રણશીંગુ ફુંક્યું હતું અને હોસ્પિટલની બહાર જ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી દિલુભા શિવસિંહ રણાની ધરપકડ કરી મૃતકના પરિવાર સમક્ષ રજૂ કરતા મામલો થાળે પડયો હતો અને પોલીસે અન્ય આરોપીઓને પણ ૪૮ કલાકમાં જ ઝડપી પાડવાની બાહેધરી યાત્રા મામલો થાળે પડ્યો હતો.

પોલીસે સમગ્ર પ્રકરણમાં મૃતકનું પેનલ પી.એમ કરી હત્યાની કલમનો ઉમેરો કરી અન્ય ફરાર ત્રણ આરોપી જેમાં પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રણા રહેવાસી ઋષિકેશ નગર ભોલાવ ભરૂચ, અજીતસિંહ રણજીતસિંહ રણા રહેવાસી નારાયણ દર્શન ભોલાવ ભરૂચ, રાજેન્દ્રસિંહ અજીતસિંહ રણા ઋષિકેશ નગર ભોલાવ ભરૂચ નાઓની ધરપકડ કરી તમામના કોરોના ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદ-ક્રાઇમ બ્રાંચે 2 અલગ અલગ જગ્યાએથી ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી,..

ProudOfGujarat

साउथ एक्टर कबीर दूहन सिंह ने गायक डॉली सिद्धू से की सगाई।

ProudOfGujarat

હાંસોટ તાલુકાના રાયમા ગામેથી હજીરા ની એચ પી કંપની ના ટેન્કર માંથી પેટ્રોલ વેચતા ડ્રાઈવર અને કંડકટર રંગે હાથ ઝડપાયા જ્યારે પેટ્રોલ ખરીદનાર બે ઈસમો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!