ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જેવા અનેક નિયમો સરકારી ગાઈડલાઇન અનુસાર પાળવાના હોય છે. સરકાર અને તંત્ર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સ ન રખાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવવામાં, આવતું સરકારી તંત્ર દ્વારા સામાન્ય પ્રજાને કોરોનાની ગાઈડલાઇન આપવામાં આવી છે જેનું પાલન સરકારી કચેરીમાં જ જાળવવામાં આવતું ન હોવાની વ્યાપક ફરિયાદો લોકમુખે ચર્ચાઇ રહી છે. કોરોનાનાં કહેર વચ્ચે કામ વગર બહાર ન જવું, ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જેવા નિયમો પાળવાનું કહેવાય છે પરંતુ સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કેમ થતું નથી ? સરકારી કચેરીઓમાં અવાર-નવાર અહીંનાં આજુબાજુનાં વિસ્તારમાં પણ અરજદારો આવતા હોય છે, કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન થાય, સરકારી કચેરીમાંથી જ કોરોના ન વકરે તો સારું ? તેવા પ્રશ્નો પણ અહીં આવતા અરજદારોએ કર્યા હતા. આ અત્યંત નવાઈની વાત છે, સમગ્ર ભરૂચમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા કલેકટર દવરા લોકોને અપીલ કરવામાં આવે છે પરંતુ જનસેવા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડતા જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.
ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….
Advertisement