મોહસીને આઝમ મિશન દ્વારા દુનિયાભરમાં વિવિધ સામાજિક સેવા કર્યો કરવામાં આવે છે. ઉપરાંત લોકડાઉન દરમિયાન પણ મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા ગરીબ વર્ગને અનાજની કીટ વહેચી માનવતા મહેકાવી હતી જે બદલ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. હાલ કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવી છે રાજપીપળા તેમજ આસપાસના વિસ્તારના ૨૧ જરૂરતમંદ પરિવારોને ધાબળા વિતરણ કરાયું હતું જેમાં સૈયદ અશરફી મિયાં સાહેબ, સૈયદ ઉવૈશ મિયાં સાહેબ, સૈયદ ઝેૈદ કાદરી સાહેબ તેમજ શાહનવાઝ ખાન, ઇરફાન ખોખર નિજામ રાઠોડ, હનીફ ભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીને આઝમ મિશનના સ્થાપક સૈયદ હસન અશકરી બાવા સાહેબના આદેશથી સમગ્ર ભારતમાં મોહસીને આઝમ મિશનની તમામ શાખાઓ તરફથી આ પ્રકારના લોકસેવાનો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement