આ વર્ષે દેશમાં સમગ્ર તહેવારો કોરોનાનાં કારણે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળીના તહેવારો પણ લોકોએ સાદગીપૂર્વક ઉજવ્યા છે તો આજે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસનો તહેવાર છે તે પણ ઠેરઠેર સાદગીપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ભરૂચમાં પણ ક્રિસમસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી રહી છે.
ભરૂચના ચર્ચમાં ભગવાન ઇસુના વધામણાની તૈયારીઓ કરાઈ છે કે આ તકે ફધરે સમગ્ર ખ્રિસ્તીઓને આવનારા વર્ષની શુભકામના પાઠવી હતી તેમજ વર્ષ 2020 માં આવી પડેલી કોરોના મહામારીમાંથી બહાર આવવાની પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી હતી અને આગામી વર્ષ 2021 સૌને સુખદાયી નીવડે.
અહીં નોંધનીય છે કે ભરૂચમાં વસતા ખ્રિસ્તીઓ દ્વારા નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગીપૂર્વક નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી છે. ચર્ચમાં પણ કોરોનાનાં કારણે અને સરકારી ગાઇડલાઇનનો અને ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની ઉજવણીની પરંપરા તૂટી છે.
ભરૂચ : કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની પરંપરા તૂટી…
Advertisement