ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરના સમય દરમિયાન ભાજપ સરકારે પસાર કરેલા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની કોપીની હોળી કરીને વિરોધ કરવામાં આવ્યો હોય આ સુધારા બિલને ઉમરપાડા ખેડૂતનું સમર્થન નથી આ કાયદાઓને કારણે મોટા કોર્પોરેટર કંપનીઓ સાથે કરાર કરીને સરકાર ખેડૂતોને ખતમ કરશે કૃષિ બિલ ખેડૂતનું વિરુદ્ધનું છે,
મોટી કંપનીઓના નામ પર ખેડૂતોનું શોષણ કરશે મોટી કંપનીઓને આ કાયદાને લીધે લાભ થશે ખેડૂતોને ટેકાના ભાવના આપવા માટેનું બિલ છે, એપીએમસી જેવી માર્કેટો બંધ થવાની શક્યતાઓ છે ખેડૂતોની જમીન મૂડીવાદીઓને આ કાયદાથી આપવામાં આવશે. ટેકાનો ભાવ ખેડૂતોને નહીં મળે જેથી આ ત્રણ કાયદાઓ છે એ કૃષિ સુધારા બિલને અમારૂ સમર્થન નથી.
આ પ્રસંગે હરીશ વસાવા, નટુભાઈ વસાવા, અશોકભાઈ મૂળજીભાઈ, રામસિંગભાઈ વગેરે અનેક કાર્યકરોએ આ બિલનો વિરોધમાં આજે હાજર રહીને કૃષિ સુધારા બિલને અમારુ સમર્થન નથી એવુ ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તેમજ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.