Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ત્રણ કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક : કૃષિ બિલની હોળી કરવા જતાં પોલીસે કરી કાર્યકરોની અટકાયત જાણો વધુ..!!

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન મોદી સરકાર દ્વારા ખેડૂતો પર લાદવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે ખેડૂતોના સમર્થનમાં તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાન, એન.એસ યુ આઈ પ્રમુખ યોગી પટેલ,સહિતના કોંગ્રેસના કાર્યકરો કાર્યલાય બહાર ત્રણ કૃષિ કાયદાના બિલ સળગાવી હોળી કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે એક સમયે ઘર્ષણ સર્જાયું હતું.

પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી,તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ ભારે સૂત્રોચ્ચાર કરી કૃષિ બિલ રદ કરવાની માંગ ઉચ્ચારી હતી..!!

Advertisement

Share

Related posts

નેત્રંગના કેલ્વીકુવા ગામે નાળા-રસ્તાના નિમૉણનું ખાતમુહુર્ત સાંસદ મનસુખભાઇ વસાવાનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.

ProudOfGujarat

પાલેજ પંથક માં વીજળી નો ત્રાસ વધુ વિકળાળ બન્યો -દિવસ-રાત ગમે ત્યારે વીજળી ડુલ. થઈ જતા નગરજનો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!