વન ઊપજ સાથે પશુ પાલન ઉપર નિર્ભિત નર્મદા જીલ્લાના 121 ગામોને દેશનાં રાજપત્રનાં માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનનાં દાખલ કર્યો છે. ઇકો સેન્સિટીવ ઝોનનાં કારણે નર્મદા જીલ્લાનાં ગામોમાં ખેડૂતોની માલિકીની હક્કવાળી જમીનોમાં સરકારની દખલથી આ વિભાગમાં સરકાર પ્રતિ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરકારની આ દખલથી આદિવાસી સમુદાય ખફા થયો છે. દેશનો આ વંચિત વર્ગ સરકાર પાસે સકારાત્મક વિકાસની અપેક્ષા સેવી રહ્યો હોય જંગલને છેડછાડ કર્યા વિના વિકાસ અને અને કલ્યાણનો માર્ગ શોધી કાઢે તે જ ખેડૂતોના હિતમાં છે તેવો એક પત્ર વડાપ્રધાન મોદીને પાઠવી ઇકો સેન્સિટીવ ઝોનને રદ કરવા જણાવ્યું છે.
Advertisement