ભરૂચ નજીકના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આજે રામજન્મભૂમિ મંદિર નિર્માણ વિધિ સમર્પણ અંગેની બેઠક મળતા કેટલીક ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં ભરૂચ વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો ઉપરાંત હિન્દુ સાધુ સંતો દ્વારા અયોધ્યા રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણની કામગીરી વિષે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા સાધુ સંતોની બેઠકમાં મકરસંક્રાંતિના દિવસેથી ૪૪ દિવસ સુધી અભિયાન શરૂ થવાનું છે જે અંતર્ગત સંતોને આર્શીવાદ અને જે અભિયાન ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત ૪૦ લાખ હિન્દુ પરીવારના સંપર્ક કરી વિધિ બાદ જે સમિતિઓ બની છે તેને સમર્પણ કરશે. આર.એસ.એસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વધુ સંખ્યામાં જોડાયા છે. આ બેઠક દક્ષિણ ગુજરાતના સાધુ સંતોના સાનિધ્યમાં મળી હતી. ૪ લાખ ગામોમાંથી ૧૧ કરોડ પરિવારોને મળવાની આ યોજના અંતર્ગત સાધુ અને સંતોને સહાય પ્રાપ્ત થાય તે માટે આ સંમેલન રાખવામાં આવ્યું હતું.
ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ વિધિની બેઠક મળી…
Advertisement