ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ તથા નિર્ણયોને લઈને સમગ્ર દેશના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જિલ્લાવાર કાર્યક્રમો ઘડી ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ખેડૂત સંગઠન અને પક્ષના કાર્યકરોને હાકલ કરી. ખેડૂત આંદોલનના સમર્થનમાં તબક્કાવાર કાર્યક્રમો જાહેર કર્યા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપી પક્ષના કાર્યક્રમો અને ખેડૂતોને જાહેરમાં ઉતરી આવી શાસકો સામે જોરદાર પ્રદર્શન કરવા તાકીદ કરી છે. આજે બપોરના 12 કલાકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યક્રમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવતની ઉપસ્થિતિ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવતા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને ખેડૂતને મોટી સંખ્યામાં હાજર રહેતા નરેન્દ્ર રાવતે પ્રવર્તમાન ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાને તત્કાલ દફનાવવા સાથે કૃષિ કનડગત સમસ્યાઓનો હલ લાવવા શાસકોને તબક્કાવાર કાર્યક્રમો યોજી સરકાર સામે શસ્ત્ર ઉગામવા કાળા કાયદાને ડામી દેવા જોરદાર હાકલ કરી.
તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ તમામ જિલ્લા મથકે પત્રકાર પરિષદ અને દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ૨૨ ખેડૂતોને જિલ્લા મથકે શ્રદ્ધાંજલિ અને તા.૨૩/૧૨/૨૦૨૦ ના રોજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક મંદિરોમાં દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ૨૨ ખેડૂતોને શ્રદ્ધાંજલી જિલ્લા અને તાલુકા પંચાયતની અનુલક્ષીને અને તા.૨૪/૧૨/૨૦૨૦ ભાજપ સરકારે પસાર કરેલ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની તાલુકા કક્ષાએ હોળી અને તા.૨૬/૧૨/૨૦૨૦ ના રોજ ખેતી બચાવો-ખેડૂત બચાવો અને ખેડૂત સાથે સંવાદ અને તા.૦૧/૦૧/૨૦૨૦ થી તા.૧૦/૦૧/૨૦૨૧ સુધી જનસંપર્ક અભિયાન અને ખેડૂત કાળા કાયદા વિરુદ્ધ આવેદનપત્રમાં સહી ઝુંબેશ અને પત્રિકા વિતરણ કરશે.
ભરૂચ : ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાકલ, આજથી જિલ્લાવાર કાર્યક્રમો યોજાશે.
Advertisement