સુરત, 21 ડિસેમ્બર : ગત દિવસોમાં સૌરાષ્ટ્રના ગઢડા ખાતે ગોપીનાથજી દેવ ટેમ્પલ કમિટી બોર્ડની મિટિંગ દરમ્યાન બોર્ડના ચેરમેન રમેશ ભગત ટ્રસ્ટીની ઓફિસમાં મિટિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન ગઢડાના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ત્યાં જઈને જઈને ગાળાગાળી કરી રમેશ ભગતની બોચી પકડી માર મારીને બહાર કાઢતા તેવો વિડીયો વાયરલ થયો હતો.જેને લઈને સંતો અને તેમના ભક્તજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.ત્યારે, આ ઘટનાના સંદર્ભમાં ડીવાયએસપી નકુમને ડિસમિસ કરવાની માંગ સાથે સુરત શહેરના શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજના વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ડીવાયએસપીની આ હરકત ક્યાં ઉચ્ચ અધિકારીના ઈશારે કરવામાં આવી ? આ ઉચ્ચ અધિકારીએ પણ કોના ઈશારે ડીવાયએસપી નકુમને આવું કરવા મજબુર કર્યાં ?કાયદાથી પર આ દેશમાં કોઈ નથી ત્યારે, અમોએ આપેલા વીડિયોમાં દેખાઈ આવે છે કે તેઓ ગાળો બોલી સવિધાનનું અપમાન કરી રહ્યા છે.આવા ભ્રષ્ટ અને બેજવાબદાર અધિકારીને તાત્કાલિક અસરથી ડિસમિસ/ સસ્પેન્ડ કરવામાં આવે.આ ઘટનાથી વૈદિક હિન્દૂ ધર્મની અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે ત્યારે, અધિકારીઓને ગેરમાર્ગે દોરનારા વડતાલના નૌતમસ્વામી, સારીંગપુરના વિવેકસાગર સ્વામી, ગઢડાના ભાનુપ્રકાશ સ્વામી અને ડાકોરના હરીજીવનસ્વામી સામે કાયદાકીય તપાસ કરી યોગ્ય સજા કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
ગઢડાના DYSP ના ડિસમિસની માંગ સાથે સુરતમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આપ્યું આવેદન
Advertisement