સુરત, 20 ડિસેમ્બર : એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા દંડ સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા નંદુ ડોશીની વાડીમાં સોસાયટીના ગેઇટની અંદર પોતાના ઘર પાસે પાર્ક કરેલા વાહનો ટોઇંગ ક્રેઈન દ્વારા ઉઠાવી જવાનો વિડીયો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠયા છે અને આ સોસસિટીના લોકોમાં ભારે રોષ ઉભો થયો છે ત્યારે હવે આ મુદ્દે ટીમ ગબ્બરે ઝુકાવ્યું છે અને ટ્રાફિક કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા જણાવ્યું છે.
ટીમ ગબ્બરે તેના આવેદનમાં જણાવ્યું છે કે અમો ટીમ ગબ્બર ને ફરિયાદ મળેલ છે કે, સુરત નંદુ ડોસી ની વાડી વિસ્તારમાં આવેલ સોસાયટીની દરવાજા ની અંદર પાર્કિંગ કરેલા વાહનો ગઈ કાલે ટોઇંગ કર્મચારીઓ દ્વારા સદંતર ગેરકાયદેસર રીતે પોતાના ઘર પાસે પાર્ક કરેલા વાહનો ઉઠાવી ગયા હતા અને આવા અનેક પ્રશ્નો ભૂતકાળમાં પણ બનેલ છે. અને આવા કર્મચારી દ્વારા ભૂતકાળ માં જનતા ને ગાળો આપી હતી અને આવા ગેરકાયદેસર રીતે વાહનો નો દંડ ભરાવા અને ટ્રાફિક કાયદા નું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને પબ્લિક અને ટોઈંગ એજન્સી દ્વારા જનતા ને અન્યાય થયો છે અને આવા સમયે સુરત ના દિવ્યેશ ચાવડા અને અશોક ભાલીયા ને માર મારવાનો પ્રયાસ થયો હતો જે બાબતે પણ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. હજી પણ વાહનો ગેરકાયદેસર ઉપાડવામાં આવે છે અને આવા અનેક પ્રશ્નો લોકોને સહન કરવું પડયું છે. જેથી ગઈકાલે સોશિયલ મીડિયા પર વિડિયો પણ આવેલ છે જેથી આવી એજન્સી દ્વારા લોકો આર્થિક મંદી માં પણ દંડ ભરવાની નોબત આવી છે. જેથી આવા ગેરકાયદે વાહનો ઉઠાવ્યા છે તે એજન્સી દ્વારા સદર દંડના નાણાં પરત આપવા અમારી ટીમ ગબ્બર ની માંગ અને રજુવાત છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે એજન્સી ને દંડ, કડક સૂચના અને સદર બનાવ માં જવાબદાર સામે પગલાં લેવા માટે ટીમ ગબ્બર દ્વારા માંગ સહ રજુવાત છે. આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે આ બાબતે અરજદારને નિવેદન માટે બોલાવવા નહીં અરજી જ લેખિત જવાબ છે તેમ ગણવું. રજુવાત લાગુ વિભાગ ને મોકલી અને તાકીદ ધોરણે ઘટતું કરી અમારા સરનામે પત્ર વ્યવહાર કરવા અરજ છે.
સુરતના કતારગામ વિસ્તારમાં સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોના ટોઇંગ મુદ્દે કમિશનરને અપાયું આવેદન
Advertisement