સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ના બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન સંયુક્ત રીતે યોજાયું.કાર્યક્રમની શરૂઆતમાં બારડોલી ટીચર્સ સોસાયટીના પ્રમુખશ્રી હરસિંગભાઈ સી ચૌધરીએ સૌ મહેમાનોને આવકાર્યા.અને મંડળીનો ચિતાર રજૂ કર્યો કાર્યક્રમમાં રાજ્ય સંઘના કાર્યાદયક્ષ શ્રી એરિકભાઈ ખ્રિસ્તી,જિલ્લા સંઘના મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી,સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત ભાઈ પટેલ, અને જિલ્લા સંઘના સલાહકાર સમિતિના કન્વીનર શ્રી અનિલભાઈ ચૌધરી અને રાજ્ય સંપાદક મંડળના સભ્યશ્રી વિશ્વજીતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ શ્રી કિરીટ ભાઈ પટેલે ટેલિફોનિક શુભેચ્છા પાઠવેલ હતી, ત્યાર બાદ સોસાયટીના આવક-જાવક સરવૈયું અને હિસાબ મંત્રીશ્રી ભાવેશભાઈ લાડે એ રજૂ કર્યો જિલ્લા સંઘના મહામંત્રીશ્રી અરવિંદભાઇ ચૌધરી એ સોસાયટીના કાર્યરીતિને પ્રગતિને બિરદાવી.એરિકભાઈ ખ્રિસ્તીએ શિક્ષકોને સંઘટનને મજબૂત કરવા સાથ સહકાર આપવા વિનંતી કરી. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બારડોલીનું ત્રિવાર્ષિક અધિવેશન પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલના અદયક્ષ સ્થાને યોજાયો. જેમાં૨૦૧૭-૨૦૨૦ સુધીના ત્રણ વર્ષના હિસાબ ખર્ચની બહાલી આપી શિક્ષકોના લકતા તમામ પ્રશ્નો પૂર્ણ થશે એવી ખાત્રી આપવામાં આવી.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલા હોદ્દેદારોશ્રીઓ, પ્રમુખશ્રી બળવંતભાઈ, મહામંત્રીશ્રી રજીતભાઈ જે ચૌધરી, કાર્યવાહક પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલ,નાણાંમંત્રીશ્રી મોહનભાઇ એમ ચૌધરી, ઉપપ્રમુખ શ્રીઓ શ્રી કુમેદભાઈ એસ ચૌધરી, શ્રી ભીખુભાઈ રાઠોડ, બીપીનભાઈ બી ભારતીનું સન્માન કરવામાં આવ્યુ તથા નિવૃત્ત થતાં શિક્ષકો શ્રી મતિ કાંતાબેન વસાભાઈ ચૌધરી, શ્રી મતિ કવિતાબેન ચૌધરી, નિર્મલાબેન ચૌધરી તથા શ્રી જયવર્ધનભાઈ પટેલને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.બારડોલી તાલુકાના શિક્ષકોના જે બાળકોના ૭0%થી વધારે ટકા આવ્યા હોય એવા બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમનું સન્ચાલન કાર્યવાહક પ્રમુખશ્રી શૈલેષભાઇ પી પટેલ દ્વારા કરવામું આવ્યું અંતે શ્રી રજીતભાઈ જે ચૌધરીએસૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો.
બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું
Advertisement