Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક ગળનાળુ એક મહિના માટે બંધ કરવાનાં તંત્રનાં નિર્ણય સામે રીક્ષા ચાલકોએ કરી આ માંગ….જાણો વધુ.

Share

ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીને લઇ કસક ગળનાળુ આગામી તારીખ 21/12/2020 થી 19/01/2021 સુધી તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય સામે હવે રીક્ષા ચાલકોએ પણ તંત્ર સામે રજુઆત કરી છે કે આ કસક ગળનાળુ એક મહિના સુધી બંધ રહેશે તો રીક્ષા ચાલકોને 3 કી.મી લાંબો ફેરો ફરીને આવવું જવું પડશે, સાથે જ પેસેન્જરો વધુ ભાડું નહી આપે તો તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે. જેથી આ કામગીરી વધુમાં વધુ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ ઉચ્ચારવામા આવી છે.

રીક્ષા ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદથી સર્જાયેલ પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે, તેમાં પણ જો ભરૂચ અને ઝાડેશ્વરનાં માર્ગનો વધુમાં વધુ રીક્ષા ચાલક રોજીરોટી માટે ઉપયોગ કરતા હોય છે, તેવામાં આટલો લાંબો ફેરો ફરીને પણ તેઓને યોગ્ય વળતર પેસેન્જર તરફથી ન મળે તો તેઓની આર્થિક રોજિંદી આવક ઉપર અસર પહોંચે તેમ છે..!!

Advertisement

Share

Related posts

ઝગડિયા જી.આઇ.ડી.સી. માં આવેલ દઠેડા વિસ્તારમાં પાણીની ટાંકીની દિવાલ ધરાશય થઇ

ProudOfGujarat

નર્મદા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર.

ProudOfGujarat

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!