ઘોંઘબા તાલુકાનાં જબુવાણીયા ગામે દીપડાએ વહેલી સવારે યુવાન પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનને ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા પાછલા સમયથી દિપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે ઘોઘંબા તાલુકાનાં જબુવાણીયા ગામે વધુ એકવાર દિપડાનો આતંક જોવા મળ્યો છે. જેમાં ગામનાં એક યુવાન સવારે શૌચક્રિયા માટે ગયા હતા ત્યારે અચાનક પાછળથી દિપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વનવિભાગનો કાફલો દોડી ગયો હતો આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઘોઘંબા તાલુકાના જબુવાણીયા ગામે વહેલી સવારે દિપડો એલ.આઈ.સી એજન્ટમાં કામ કરતા પરમાર અજમલભાઇ શૌચક્રિયા માટે ગયા હતા ત્યારે અચાનક દિપડાએ હુમલો કર્યો હતો જેના કારણે ગામમાં ફફડાટ ફેલાયો હતો અને સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પરમાર અજમલભાઇને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવને પગલે વિસ્તારમાં દિપડાની દહેશત વચ્ચે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી