Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીનાં દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઇ, જાણો વધુ ..!!

Share

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ વીજ કંપનીએ તવાઇ બોલાવતા વીજ ચોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જિલ્લાનાં કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિજિલન્સનાં વહેલી સવારે દરોડાઓ વીજ ચોરી કરતા તત્વોની ઉંધ હરામ કરી છે.

હાંસોટ તાલુકામાં ડી.જી.વી.સી.એલ. કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરતાં તાલુકાના છ ગામોમાંથી 41 જોડાણોમાંથી અંદાજે 16 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ વિજિલન્સની ટીમો અચાનક ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગમાં ઘુસી જતા હોવાની બાબતો સામે આવી છે જેમાં લાખ્ખો રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યું છે.

Advertisement

શિયાળાની ગુલાબી ઠંડીના ઠંડક ભર્યા વાતાવરણમાં હાંસોટ તાલુકાના નગરજનો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે આજે અચાનક વહેલી સવારે ડી.જી.વી.સી.એલ. કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. હાંસોટ તાલુકામાં આવેલાં કાંટાસાયણ, અલવા, સુણેવકલ્લા, આમોદ અને ખરચ ગામોમાં વીજ જોડાણોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 250 જેટલા ઘરોની તપાસ કરતાં 20 મીટર તથા 21 એન સી (ડાયરેક્ટ) વાયર આમ કુલ 41 કેસ મળી અંદાજીત 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજકંપનીના ચેકિંગના પગલે વીજચોરી કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે.


Share

Related posts

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયામાં કોરોના સંક્રમણ અટકાવવા દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન.

ProudOfGujarat

રાજપારડીમાં પ્રતિબંધિત સિગારેટ, તમાકુ વેચતાં બે વેપારી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!