Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : રોટરી ક્લબ સુરત ઇસ્ટ દ્વારા કોર્પોરેશનની શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો…

Share

આજરોજ વરાછા વિસ્તારમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી રોટરી ક્લબ સુરત ઇસ્ટ દ્વારા કોર્પોરેશનની શાળા નંબર 99 – કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર, કુમાર શાળા તેમજ શાળા નબર 100 – કવિ ઉમાશંકર જોશી પ્રાથમિક શાળા, કન્યાશાળાનાં ધોરણ 1 થી 4 ના કુલ 445 જેટલા બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્વેટરનું વિતરણ કરવામાં આવેલ. હાલમાં શિયાળાની શરૂઆતમાં ઠંડી પડવાની શરૂઆત થઇ છે ત્યારે આ સ્વેટર બાળકોને ઠંડીથી રક્ષણ આપશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન રો. સંજય ચોવટિયા અને કો.ચેરમેન શૈલેશ વઘાશિયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્થળ પસંદગી રો.કલ્પેશ બલર દ્વારા કરવામાં આવેલ. ગરીબ બાળકોને ચોકલેટનો સ્વાદ ચાખવા મળે તે માટે ચોકલેટનું અનુદાન રો.જયસુખભાઈ ગુંદરણીયા તરફથી મળેલ અને દરેક બાળકોને ગુણવત્તાવાળી ચોકલેટનું વિતરણ કરેલ.

રોટરી ક્લબ સુરત ઇસ્ટના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયાએ વધુમાં જણાવેલ રોટરી ક્લબ સુરત ઇસ્ટ દર ચાલુ સીઝનમાં આ બીજો કાર્યક્રમ છે. આ અગાઉ બારડોલી તાલુકાના ઓર ગામ મુકામે શેરડીના ખેત મજુરોના બાળકોને પણ સ્વેટર અને ચોકલેટ વિતરણનો કાર્યક્રમ 12 મી ડિસેમ્બરના રોજ કરેલ અને હજુ નજીકના દિવસો આ કાર્યક્રમ જીલ્લામાં બે-ત્રણ જગ્યાએ કરવામાં આવશે. રોટરી કલબ સુરત ઇસ્ટ સેક્રેટરી રો.કેતન પટેલ વધુ માહિતી આપતા જણાવ્યું કે લગભગ ૮૦૦ જેટલા બાળકોને સ્વેટર આપવામાં આવશે અને આ તમામ સ્વેટરનું સૌજન્ય રોટરીનાં સભ્યો દ્વારા આપવામાં આવેલ છે જેમાં મુખ્ય દાતા તરીકે યુરો ફૂડ ઇન્દ્દીયાના મેનેજીંગ ડીરેક્ટર રો. મનહરભાઈ સાસપરા તથા ઘનશ્યામભાઈ ખુંટ તરફથી મળેલ. આ કાર્યક્રમમાં પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન અન્ય રોટેરિયન મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા શાળાનાં પ્રિન્સિપાલ માલતીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા નજીક ટેન્કર અને વાન વચ્ચે અકસ્માત બાદ વાનમાં આગ લાગતા વાનમાં સવાર 2 વ્યકતિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ……….

ProudOfGujarat

નાણાં મંત્રી અરુણ જેટલીની પુત્રી-જમાઈ અને બેન્ક કૌભાંડી મેહુલ ચોક્સી દ્વારા ભારત દેશના કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના મુદ્દે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અંજારના વીડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરી જનાર સાત શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!