વિશ્વમાં સૌથી મોટા ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તાર અંકલેશ્વરને પૂર્ણ સમયનાં (ફૂલ ટાઈમ) નોટિફાઇડ એરિયા ઓફિસર (નીરદીસ્ટ વિસ્તાર અધિકારી) ના નિમણૂકની જરૂર છે. લાંબા સમયથી અનેક હવાલા ધરાવતા નોટિફાઇડ એરિયા ઓફિસરથી કામગીરી ચાલી રહી છે. અનેક અધિકારીઓ હંગામી ધોરણે આવે છે અને જાય છે જેથી પર્યાવરણ સહિત અનેક વહીવટી પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. જે માટે અધિકારી અને પ્રજા પણ પરેશાન થાય છે. અનેક હવાલા સાંભરતા અધિકારી પોતાનો સમય દરેક જગ્યાએ ફાળવી શકતા નથી જેથી કામના દબાણમાં આવી શકે છે. જેથી પોતાને અને કામને પણ અન્યાય થઈ શકે છે. અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તાર મોટું વિસ્તાર ધરાવે છે જ્યાં અનેક પ્રશ્નો માટે રોજે રોજ અને પૂર્ણ સમયમાં અધિકરીની તાતી જરૂરીયાત છે.
મજબૂત ગણાતા અને રાજકીય પીઠબળ ધરાવતા અંકલેશ્વર ઔદ્યોગિક એસોસિએશન પોતાના વિસ્તારનાં પ્રશ્નો જેવા કે ઔદ્યોગિક ઉત્પાદનનાં કે વેસ્ટ નિકાલનાં પ્રશ્નો માટે સજાગ હોય છે અને સરકાર પાસે પોતાની સબળ રજુઆતથી ત્વરિત નિર્ણયો લેવડાવે છે ત્યારે આ એક મોટા વહીવટી પ્રશ્ન બાબતે વિચારણા થઈ છે કે કેમ ? અને થઈ છે તો ઉકેલ ક્યારે ? આવા અનેક પ્રશ્નો આ વિસ્તારની પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.
વિશ્વની મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પૂર્ણ સમયનાં નોટિફાઇડ એરિયા ઓફિસરની નિમણૂક કયારે થશે ?
Advertisement